સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે.

શનિવાર, 17 ઑગસ્ટ, 2013

ગુજરાતી સુવિચાર



તમારા વિચારો પર ધ્યાન આપો,
              તે શબ્દ બને છે.

તમારા શબ્દો પર ધ્યાન આપો,
              તે કર્મ બને છે,

તમારા કર્મો પર  ધ્યાન  આપો,
             તે આદત બને છે,

તમારી આદત પર ધ્યાન આપો,
             તે ચરિત્ર બને છે,

તમારા ચરિત્ર પર ધ્યાન આપો,
             તે ભાગ્ય બને છે,

♥▬▬▬۩۞۩♥▬▬▬▬▬▬▬▬۩


[1]
હે ભગવાન ! જગતને તું જ સુધારજે પણ એની શરૂઆત મારાથી કરજે.
**************************

[2]
જિંદગીમાં જે માગીએ છીએ તે બધું જ નથી મળતું અને મળે છે તેમાનું ઘણું જ માગેલું પણ નથી હોતું.
**************************

[3]
પોતાની જવાબદારીઓમાંથી છટકી શકાય પણ પરિણામોથી નથી છટકી શકાતું.
**************************

[4]
દુ:ખી થયેલો માણસ પરિસ્થિતિ અથવા પ્રારબ્ધને દોષ દઈ દે છે, પરંતુ પોતાનાં કર્મ દોષને યાદ નથી કરી શકતો.
**************************

[5]
પોતાના સંતાનને પુરુષાર્થની ટેવો પાડે છે તે મા-બાપ મોટા વારસા કરતાં પણ વધુ સારી વસ્તુ તેમને આપે છે.
**************************

[6]
દીકરીને સાસરે વળાવતી વખતે સંસ્કારોનો કરિયાવર કરનાર માતાપિતા સૌથી મોટો દાયજો આપે છે.
**************************

[
7]
જે માણસ કોઈનુંય કશું સાંભળતો જ નથી એનું ઈશ્વર પણ કંઈ સાંભળતો નથી.
**************************

[
8]
પરસેવો પાડ્યા વગરની કમાણી સુખ અને શાંતિની ઝડપથી સમાપ્તિ કરે છે.
**************************

[9]
દુશ્મન માટે સળગાવેલી આગ, દુશ્મન કરતાં પોતાને જ વધુ બાળનારી હોય છે.
**************************

[10]
દુષ્કૃત્યોને હંમેશા ઢાંકી રાખે એવો પડદો વણનાર કોઈ વણકર હજુ પાક્યો નથી.
**************************

[11]
હાલ તુરંત તમારી સામે આવેલા નાના-નાના કામો અત્યારે જ કરવા માંડીએ તો મોટા કામો 
શોધતા શોધતા આપ મેળે જ આવી પહોંચશે.
**************************

[12]
સાદાઈ, સંયમ અને સંતોષ હશે તો જ શાંતિની અનુભૂતિ થઈ શકશે.
**************************

[13]
નીતિ કપડાં સમાન છે અને ધર્મ દાગીના સમાન. જેમ કપડાં વિના ઘરેણા શોભતાં નથી તેમ નીતિ વગરનો ધર્મ સારો લાગતો નથી.
**************************

[14] શરીરને માત્ર સુખી કરવા જતાં આત્મા દુ:ખી ન થઈ જાય તેનો ખ્યાલ રાખવો
.**************************

[15]
બે દિવસની મુસાફરી કરવા માટે કેટલીય તૈયારી કરનારો માણસ, કાયમની મુસાફરી કરવા માટે કેમ કંઈ જ તૈયારી કરતો નથી ?
**************************

[16]
જવાબ શોધવો હોય તો પહેલા સવાલને બરાબર સમજી લેવો જરૂરી છે.
**************************

[17]
જગતનાં સર્વ ઝગડાઓનું મૂળ અર્થ અને કામ જ હોય છે.
**************************

[18]
આંખમાં અમી તો દુનિયા ગમી, જીભમાં અમી તો દુનિયા નમી.
**************************

[
19]
કાચા કાન, શંકાશીલ નજર અને ઢીલું મન માણસને ગમે તેવા ઉપભોગો વચ્ચે પણ નરકનો અનુભવ કરાવે છે.
**************************

[20]
સંતતિ અને સંપત્તિ એ કુદરતી દેન છે, તેને પ્રાપ્ત કરવા પાપ ન કરાય પણ પ્રયત્ન કરાય.
**************************

[21]
જે માણસ પોતાની જાતને સુધારવા બેઠા હોય તેની પાસે બીજાની ટીકા કરવાનો સમય હોતો નથી.
**************************

[
22]
એક વાર ખાય તે યોગી, બે વાર ખાય તે ભોગી, ત્રણ વાર ખાય તે રોગી અને અનેકવાર ખાય તેની બરબાદી.
**************************

[23]
અંધને રસ્તો બતાવવો, તરસ્યાને પાણી પાવું અને ભૂખ્યાને રોટલો દેવો એ શ્રેષ્ઠ દાન છે.
**************************

[24]
જગતને મિત્ર બનીને જોશો તો સુંદર લાગશે અને શત્રુ બનીને જોશો તો કદરૂપ લાગશે.
**************************

[25]
જે ગરીબી આળસ, વ્યસન, મૂર્ખતા, અનીતિ અને નકામા ખર્ચાઓને લીધે આવી હોય તો જરૂર શરમજનક : એ સિવાયની ગરીબી માટે જરાય શરમાવાનું ન હોય.
**************************

[26]
પાણી પણ ડૂબાડતા પહેલા બે વખત બચવાની તક આપે છે, કોઈને ખુલાસો કરવા માટેની એકાદ તક તો આપો.
**************************

[
27]
તમારી હાજરીથી જે લોકો કાંપે છે, એ જ લોકો તમારી ગેરહાજરીમાં તમને કાપે છે.
**************************

[28]
જેમ શરીરને સાફ રાખવા નિયમિત સ્નાન કરવું પડે છે, તેમ અંત:કરણને સ્વચ્છ રાખવા નિયમિત પ્રાર્થના કરવી પડે છે.
**************************

[29]
બાળકોને કેળવવા એ એક કળા છે, એમાં જેટલો સમય આપશો, એટલા મીઠાં ફળ ભવિષ્યમાં મળશે.
**************************

[30]
આપણને સહુને સામે કિનારે પહોંચવાની ઉતાવળ બહુ જ છે, પરંતુ હોડીને હલેસા બીજા કોઈ મારી દે તો.
**************************

[31]
બાળકોને તમે તમારો પ્રેમ આપો. વિચારો નહીં. કારણ કે એની પાસે એમના પોતાના વિચારો છે જ એને પ્રતિપાદિત થવા દો.
**************************

[
32]
વેઠ ઊતારનાર માણસ પોતે જ પોતાને વેઠિયાનો દરજ્જો આપતો હોય છે. કામદાર પોતાના કામમાં જ્યારે મન રેડે છે, ત્યારે તે કારીગર બને છે અને કામમાં જ્યારે હૃદય રેડે છે ત્યારે તે કલાકાર બને છે.
**************************

[33]
દુનિયામાં માનપૂર્વક રહેવાનો સરળ માર્ગ એ છે કે, આપણે જેવા બહારથી દેખાવા ઈચ્છતા હોઈએ તેવા જ અંદરથી પણ રહીએ.
**************************

[34]
તકની ઓળખાણની મુશ્કેલી એ છે કે એ જ્યારે આવે છે ત્યારે ખબર રહેતી નથી અને ચાલી જાય છે પછી બહુ મોટી લાગે છે.
**************************

[35]
કીર્તિ મેળવવા માટે ઘણા જ સારા કામ કરવા પડે છે, પરંતુ અપકીર્તિ માટે એક જ ખરાબ કામ પૂરતું છે.
**************************

[
36]
પગ લપસવાથી થયેલા ઘા રૂઝાઈ જશે, પણ જીભ લપસવાથી થયેલા ઘા રૂઝાતા બહુ વાર લાગે છે.
**************************

[
37]
માણસ જો પોતાના મનથી શાંતિ પ્રાપ્ત ન કરી શકતો હોય, તો દુનિયાનું કોઈપણ સ્થળ તેને શાંતિ આપી શકશે નહીં.
**************************


[38]
દિવસમાં બે-ત્રણ વખત સ્મશાન ને યાદ કરવામાં આવે તો બુદ્ધિમાં જરૂર ફેર પડશે
**************************

આ દુનિયામાં આપણું કંઈ જ નથી, સિવાય કે સમય..!!
**************************
સ્વર્ગ જેવું બીજું કયું સ્થળ છે, જ્યાંથી તમને કોઈ જ કાઢી ન શકે?
-
સ્મૃતિ..!!
**************************
આખી જિંદગી આંકડા તમે માંડો અને છેલ્લે સરવાળો કોઈ બીજું જ કરી જાય એનું નામ (બદ્)નસીબ..!!
**************************
સંતાકૂકડીમાં નહીં જડતો જણ એટલે ભગવાન..!!
**************************
ઘડિયાળમાં બે કાંટા ભેગા થાય એટલે બાર વાગે. કાંટા જેવા બે માણસ ભેગા થાય એટલે ત્રીજાના બાર વાગે..!!
**************************
આપણો ખરો મિત્ર તો એ છે, જે એલાર્મ ક્લોકની જેમ ખરે સમયે રણકીને આપણને ચેતવી દે..!!
**************************
મૌન એક અનોખું અલંકાર છે. તે મૂર્ખ માણસના હોઠ પર વધુ શોભી ઊઠે છે..!!
**************************
જેક હરબર્ટ નામના વિદ્વાન કહે છે કે પૃથ્વી પર સર્વપ્રથમ સર્જન આદમથી થયું અને એ જ પૃથ્વીનો અંત આદમના વંશજોએ બનાવેલા એટમ (બોમ્બ)થી થશે..!!
**************************
ફરજ શબ્દ ભારે છેતરામણો છે. વસ્તુ એવી છે, જેની આપણે હંમેશાં બીજા પાસે જ અપેક્ષા રાખીએ છીએ..!!
**************************
પ્રાર્થના કરો ત્યારે પ્રભુ પાસેથી પ્રત્યુત્તરની અપેક્ષા કદી ન રાખશો, નહીંતર એ પ્રાર્થના અને ચીલાચાલુ પત્રવ્યવહાર વચ્ચે કશો જ તફાવત નહીં રહે..!!
**************************
કોઈને પોતાનો ઘનિષ્ઠ મિત્ર બનાવતાં પહેલાં એના જાની દુશ્મનો કોણ કોણ છે એ પણ જાણી લેવું એટલું જ જરૂરી છે..!!
**************************
આપણી પાસે કંઈ ન હોય કરુણતા નથી, પરંતુ આપણું કોઈ ન હોય એ જ સૌથી મોટી કરુણતા કહેવાય..!!
**************************
આપણી બધી જ ત્રુટિઓ જાણ્યા પછી પણ આપણને અપનાવી લે એ મિત્ર અને આપણી બધી જ બાહોશી જાણ્યા પછી બિરદાવવાને બદલે જે એને લલકારે એ દુશ્મન..!!
**************************
'નાની નાની બાબતમાં અકળાઈ જવું નહીં...' એવી સલાહ વારંવાર આપતા 'ડાહ્યા' માણસોને એકાદ વાર મચ્છરવાળા ઓરડામાં સુવડાવવા જોઈએ..!!
**************************
યુદ્ધની ઉત્તેજના અને સનસનાટી માણવી હોય તો મોરચે જવાની જરૂર નથી. એના માટે બે રસ્તા છે. એક, નાની નૌકામાં સમુદ્રપ્રવાસ કરો અને બીજો, ઉતાવળે લગ્ન કરી લો..!!
**************************
એક સ્પેનિશ કહેવત અનુસાર સાચી મૈત્રી એ સુખનો ગુણાકાર અને દુઃખનો ભાગાકાર છે. એટલે જ મિત્રના મૃત્યુ કરતાં મૈત્રીનું મૃત્યુ વધારે અસહ્ય હોય છે..!!
**************************
તમને જો દુશ્મન જોઈતા હોય તો મિત્રોથી ચઢિયાતા બનજો... મિત્ર જોઈતા હોય તો મિત્રોને તમારા પર સરસાઈ મેળવવા દેજો..!!
**************************
સ્ત્રી એના જીવનકાળ દરમિયાન પુરુષને માત્ર બે વાર જ સમજી નથી શકતી. એક, લગ્ન પહેલાં અને બે, લગ્ન પછી..!!
**************************
લીલુંછમ ઘાસ એ પ્રભુના હાથમાંથી સરકી ગયેલો રૂમાલ છે. જેના એકાદ છેડે કદાચ એનું નામ ગૂંથેલું પણ હોય..!!
**************************
આ જમાનામાં ધન પ્રાપ્ત કરવું મુશ્કેલ છે. મળ્યા પછી જાળવવું મુશ્કેલ છે. જાળવ્યા પછી તેને યોગ્ય રીતે વાપરવું તો સૌથી વધુ મુશ્કેલ છે..!!
**************************
બે સ્ત્રી વચ્ચે સમાધાન કરાવતાં જેટલો સમય લાગે એના કરતાં ઓછા સમયમાં ભારત-પાકિસ્તાન વચ્ચે સમસ્ત કશ્મીરની સંધિ કરાવી શકાય..!!
**************************
ઘણા બધા રોગ ઉપરવાળો ઈશ્વર મટાડી દે છે. ગુડ, પણ આમાં પ્રોબ્લેમ એ છે કે એની બધી ફી નીચેવાળો ડોક્ટર વસૂલ કરી જાય છે..!!
**************************
રોજને રોજ આપણે કંઈને કંઈ નવું શીખીએ છીએ. ઘણી વાર તો ગઈકાલે આપણે જે શીખેલા તે ખોટું હતું તે વાત આજે શીખીએ છીએ..!!
**************************
બીજા કોઈને નુકસાન પહોંચાડ્યા વગર, કોઈનાય હક ડુબાડ્યા વિના તમે જે કંઈ ઝંખો એ પ્રાપ્ત કરવાની શક્તિ કેળવી લો તેનું નામ સફળતા..!!
**************************
ઘરની ઘેલી સારી, પણ બહારની ડાહી માઠી..!!
**************************
૧૮મી સદીના વિખ્યાત ફિલોસોફર મેમ-ડી-સ્ટેઈલ કહેતા કે...
જેમ જેમ મને માણસ નામના પ્રાણીનો વધુ પરિચય થતો જાય છે તેમ તેમ મને હવે કૂતરાં-બિલાડી જેવાં પ્રાણી વધુ ગમવા માંડ્યા છે..!!
**************************
રૂમાલ આંસુ લૂછે છે, પરંતુ ખરો પ્રેમ પેલાં આંસુનું કારણ ભૂંસે છે..!!
**************************
સ્વજનનું સ્મરણ એ મિલનનું જ એક સ્વરૂપ છે..!!
**************************
કેટલીક વ્યક્તિને તમે રૂબરૂ મળો તો બહુ રુક્ષ વ્યવહાર કરે, પરંતુ આ જ વ્યક્તિને ફોન પર વાત કરવાની અચ્છી ફાવટ હોય છે. ફોન પર એ એવી મીઠાશથી વાત કરે કે ફોનને બીજે છેડે હો તોય તમને ડાયાબિટીસ થઈ જાય... આવી વ્યક્તિ મોટે ભાગે નેતા, રાજદૂત કે પીઆરઓ જ હોય છે..!!
**************************
શાણા માણસો પુસ્તક અને પોતાનું જીવન બંને વાંચે છે..!!
**************************
પુણ્ય અને પૈસા વચ્ચે એક સામ્ય છેઃ બંને કમાવા મુશ્કેલ છે, પરંતુ બંનેને ગુમાવવાનું બહુ સહેલું છે..!!
**************************
વધુપડતી સારી ટેવો પાડવા કરતાં તો ઓછામાં ઓછી ટેવો પાડવામાં જ જીવનનું શાણપણ સમાયું છે..!!
**************************
વૃક્ષ પરનો માળો અને માનવીના મૌન વચ્ચે એક ગજબનું સામ્ય છે. માળો પક્ષીને આશ્રય આપે અને મૌન તમારી વાણીને..!!
**************************
માના ખોળામાં સૂતેલું બાળક હસે ત્યારે અચૂક માનજો કે નવી પરીઓ જન્મે છે અને બાળક રડે ત્યારે માનજો કે પેલી પરીઓ અચાનક અદ્રશ્ય થઈ ગઈ..!!
**************************
મૈત્રીમાં દુભાયેલો દોસ્ત ક્યારેક આપણો જ દાનો દુશ્મન બની જાય છે!
તાજા કલમઃ આ જ વાત ચૂંટણી વખતે ટિકિટ ન મળી હોય એ ઉમેદવાર એના પક્ષ માટે પુરવાર કરે છે..!!
**************************
રાલ્ફ વાલ્ડો ઈમરસન નામના વિદ્વાન કહે છે:
ગુસ્સો બહુ ખરાબ ચીજ છે. એક મિનિટ માટે પણ તમે કોઈ પર ગુસ્સે થાવ તો તમારા જ જીવનનો તમે ૬૦ સેકન્ડનો અમૂલ્ય આનંદ ગુમાવો છો 

♥▬▬▬۩۞۩♥▬▬▬▬▬▬▬▬۩

મારા બ્લોગ ની મુલાકાત લેવા બદલ આપ સર્વ મિત્રો નો ખુબખુબ આભાર.