સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે.

સોમવાર, 2 સપ્ટેમ્બર, 2013

ગુજરાતી શાયરી



  ♥▬▬▬۩۞۩♥▬▬▬▬▬▬▬▬۩

એ મને વારંવાર પુછે છે કે
તુ મને કેટલો પ્રેમ કરે છે એ જણાવ
હવે એ પાગલ ને કેમ સમજાવુ કે
વરસાદ ના ટીપા ગણવા અશક્ય છે.

♥▬▬▬۩۞۩♥▬▬▬▬▬▬▬▬۩



હ્રુદય પર હુમલો થયો ને ટુટી ગયુ
કોઇ કહે છે મનોબળ ખુટી ગયુ
નાહક તોફાન છે તબિબો નુ હ્રુદય પર
તમે યાદ આવ્યા ને ધબકારો ચુકી ગયુ..
♥▬▬▬۩۞۩♥▬▬▬▬▬▬▬▬۩

સમય એક સરસ મજાનો આવશે.
તમને શોધતો એ છાનોમાનો આવશે,
દુનીયાની કિતીઁ જોઇને ઈષાઁ ના કરશો દોસ્ત
"
આપણો" પણ એક દિવસ જમાનો આવશે..

♥▬▬▬
۩۞۩♥▬▬▬▬▬▬▬▬۩

પ્રેમનો મુકામ છે તારા હાથ માં
ક્યારેક વિશ્રામ તો ક્યારેક તોફાન છે તારા હાથ માં

રાધા નો હાથ જોઈને કહ્યું હતું એક જ્યોતિષે,
તું ભલે ગોરી પણ એક શ્યામ છે તારા હાથ માં
♥▬▬▬۩۞۩♥▬▬▬▬▬▬▬▬۩


નદી સે અક્ષર કિનારે છૂટ જાતે હૈ
બહુત રોતા હૈ અંબર, મગર તારે તૂટ જાતે હૈ
જિંદગી કી રાહો મૈં અક્ષર ઐસા હોતા હૈ
જિન્હેં હમ બહુત યાદ કરતે હૈ
વો અક્ષર બિછડ જાતે હૈ.
♥▬▬▬۩۞۩♥▬▬▬▬▬▬▬▬۩

"અંધારું પણ મને છેતરી ગયું !
પછી થશે અજવાળું, પહેલાં ના કહ્યું !"
♥▬▬▬۩۞۩♥▬▬▬▬▬▬▬▬۩

તૂ કહે તો મૈં ઉન્વાન બદલ દૂં, લેકિન

એક ઉમ્ર દરકાર હૈ અફસાના બદલને કે લિયે.

તમે કહો તો કથાનું શીર્ષક બદલી નાંખું, પણ આખી કથા બદલવા માટે તો નવી જિન્દગી જોઈએ !
♥▬▬▬۩۞۩♥▬▬▬▬▬▬▬▬۩


ફુલ છુ પણ કાંટા પર વિશ્વાસ કરુ છુ,
જિંદગી છે પણ મૌતનો સ્વિકાર કરુ છુ,
જીવનમાં એક ભુલ વારંમવાર કરુ છુ,
લાગણીશીલ માનવી છુ ને માનવી પર વિશ્વાસ કરુ છુ.

♥▬▬▬۩۞۩♥▬▬▬▬▬▬▬▬۩

એક વાર "આંખો" મીલાવીતો જુઓ,
મને "નજર" બનતા વાર નહિ લાગે..

એક વાર "દિલ" થી સાંભળી તો જુઓ,
મને "ધબકારા" બનતા વાર નહિ લાગે..

એક વાર "વાદળ" બની તો જુઓ,
મને "વરસતા"વાર નહિ લાગે..

એક વાર "યાદ" કરી તો જુઓ
મને "તસવીર" બનતા વાર નહિ લાગે..

એક વાર "શબ્દ" બની તો જુઓ,
મને "ગઝલ" બનતા વાર નહિ લાગે..

એક વાર બીજા "જન્મ" માં મળશું એવું કહી તો જુઓ,
"
સાથી" મને "મરતા" પણ વાર નહિ લાગે..

♥▬▬▬۩۞۩♥▬▬▬▬▬▬▬▬۩

કૂછ દૂર હમારે સાથ ચલો......
હમ દિલ કી કહાની કેહ દેંગે....

સમજે ના જિસે તુમ આંખો સે..
વો બાત જુબાની કહ દેગેં.......

ફુલોં સે હોંઠો પર જબ...........
એક શોખ તબ્બસુમ બિખરેગા..
એક બાત પુરાની કેહ દેગેં......

હમ જિકર કરેંગે ઔરો કા......
ઔર અપની કહાની કેહ દેંગે...
♥▬▬▬۩۞۩♥▬▬▬▬▬▬▬▬۩


"તારી હાજરીની કોઇ સાબિતી હોય તો જલ્દી આપ ભગવાન
તારા ભક્તોને તું હોવાની ઘણી મોટી જાહેરાતો કરવી પડે છે."
♥▬▬▬۩۞۩♥▬▬▬▬▬▬▬▬۩


તારી સાથે....
રેતીમાં પાડેલાં પગલાં
લૂછાઈ જશે….
પાંચ મિનિટ પછી
કદાચ,
કોઈને ખબર પણ ના હોય,
કે આપણે અહીંથી
સાથે પસાર થયા છીએ.
છતાં,
તારી સાથે ચાલેલાં થોડા ડગલાં,
મારી સ્મૃતિમાં અકબંધ રહેશે !

♥▬▬▬۩۞۩♥▬▬▬▬▬▬▬▬۩

લીલુંછમ ઘાસ એ પ્રભુના હાથમાંથી સરકી ગયેલો રૂમાલ છે.
જેના એકાદ છેડે કદાચ એનું નામ ગૂંથેલું પણ હોય..!!

♥▬▬▬۩۞۩♥▬▬▬▬▬▬▬▬۩

શબ્દોની વચ્ચે
છોડેલી ખાલી જગ્યા
વાંચી શકીશ?
♥▬▬▬۩۞۩♥▬▬▬▬▬▬▬▬۩


કહેવાય છે કે પિતા નો અહલાદક પ્રેમ અને માતા નું નિર્મલ વ્હાલ,
આ ભેગું થાય અને આકાશ માં ચડે ને તેની વાદળી બંધાય અને ધોધમાર વરસે..
એનું નામ "દીકરી"....


 

 



♥▬▬▬۩۞۩♥▬▬▬▬▬▬▬▬۩

આવશે દોડીને મળવા તને નદીઓ સામે
છે શરત એટલી, પહેલાં તું સમંદર થઈ જા.
-
નાઝ માંગરોલી
♥▬▬▬۩۞۩♥▬▬▬▬▬▬▬▬۩


જે કહ્યું માને વિધાતાનું એ મુકદ્દર હું નહીં
આટલો વૈભવ છતાં ખારો સમંદર હું નહીં
મેં મુકદ્દરથી ઘણુંયે મેળવ્યું 'અનિકેત' અહીં
જાય ખાલી હાથ તે પેલો સિકંદર હું નહીં...

-
અનિકેત
♥▬▬▬۩۞۩♥▬▬▬▬▬▬▬▬۩


તું સાથે હોય ત્યારે સહન કરવી પડતી અગવડતાઓ સૌથી વધુ આનંદપ્રદ લાગતી હોય છે... -Saket Dave.

https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEg43VPO7wWC0j6CGFM18VrUfuVVFvV_xa3iGuJPLp3yuKp0DqdXPAlmXpBmdEjsh_sHB9yPyzsyZ9Y8iEyQCi3t6kLVjAZxTTBK95CvLu4-Jv7DzsFy3qYUT-tHurlDU607GtvbOWXkCoI/s320/PINAL+MY+BABY.jpg


♥▬▬▬۩۞۩♥▬▬▬▬▬▬▬▬۩

તું સંબંધમાં પણ
માપપટ્ટી રાખે છે,

બાકી મારે તો શૂન્યથી પણ
ઓછા અંતરે આવવું છે. !!!

--
નરેન્દ્ર રાવલ
♥▬▬▬۩۞۩♥▬▬▬▬▬▬▬▬۩


"આંખમાં આવી ને વસ્યાં એ જ્યારથી ,
હું બધા ની આંખ માં ખટકી ગયો,..."

♥▬▬▬۩۞۩♥▬▬▬▬▬▬▬▬۩

એક નાનકડી ચીંદરડી..

મુઠ્ઠીભર તાન્દુલ,

સાવ નાનું એવું ઇંવેસ્ટમેન્ટ

અને ડીવીડન્ડ તો જુઓ..

નવસો નવાણુ ચિર..

મોટર, બંગલા, વાડી વજીફા..

કેટલો ઉંચો ગયો હશે સેન્સેકસ ?

રે..રેવહેલાસર..

થઇ હોત જાણ તો..?

હું પણ….

પણ ના..ના..

એવા ઇન્વેસ્ટમેન્ટની પાત્રતા કયાં ?

♥▬▬▬
۩۞۩♥▬▬▬▬▬▬▬▬۩

"મથાળુ બની ને છપાવુ અલગ છે
સુગંધે સુગંધે છવાવું અલગ છે."
♥▬▬▬۩۞۩♥▬▬▬▬▬▬▬▬۩

એક માણસ હારવાનો વારતાના અંતમાં;
હું દિલાસો આપવાનો વારતાના અંતમાં.

સોળ આના સાવ સાચી વાત લઈ ને આવજો,
હું પુરાવો માગવાનો વારતાના અંતમાં.

પાનખરની કેટલી થઈ છે અસર એ શોધવા,
ડાળ લીલી કાપવાનો વારતાના અંતમાં.

હું તમારી જીતનો હિમાયતી છું એટલે,
સાથ કાયમ આપવાનો વારતાના અંતમાં.

કોણ મારા શ્વાસનો હકદાર છે એ જાણાવા,
રાત આખી જાગવાનો વારતાના અંતમાં.

જિંદગીભર આપતા આવ્યા છો જાકારો ભલે,
હું તમારો લાગવાનો વારતાના અંતમાં.

  DINESHBAHI KANANI 
♥▬▬▬۩۞۩♥▬▬▬▬▬▬▬▬۩

" શબ્દો ની માયાજાળમાં ન પળતા ,
શબ્દ થી સ્વતંત્ર કરુ છું હું મને..

ગુનેગાર ગણો તો પણ કબૂલ છે ,
લો બંધનયુકત કરું છું હું મને..!"

--
શૂક બારોટ ( આકાશ)

♥▬▬▬۩۞۩♥▬▬▬▬▬▬▬▬۩

ક્યારેક
કુંભાર પણ
મૂછમાં હસતો હશે
કે
માટલાંને
ટકોરા મારીને ચકાસતો
માણસ
કેમ
આટલો જલદી
ફૂટી જતો હશે !

-
પ્રીતમ લખલાણી
♥▬▬▬۩۞۩♥▬▬▬▬▬▬▬▬۩


"એક ટુક્ડો આપણું આકાશ હોય બહુ થયુ ,
એક બીજા મા સતત વિશ્વાસ હોય બહુ થયુ.
સાવ નાની અમથી વાત છે બીજુ કાંઇ નથી,
હું જયાં હોઉ તમે આસપાસ હોય બહુ થયુ."

♥▬▬▬۩۞۩♥▬▬▬▬▬▬▬▬۩

"તું" લીલું-ઘાસ બની ને ઉગી નીકળજે આ વૃક્ષ નીચે ....
પાન-પીળું બની ને "હું" તારા ઉપર "ખરી" પડીશ ......!!"

-sahaj 

♥▬▬▬۩۞۩♥▬▬▬▬▬▬▬▬۩

"ચિત્રલેખા નુ ચિત્ર છુ,
દૂશ્મનો નો માનીતો મિત્ર છુ!
આમ જુવો તો હુ કંઇજ નથી,
પણ મેનકા નો માનીતો વિશ્ર્વામિત્ર છુ."
♥▬▬▬۩۞۩♥▬▬▬▬▬▬▬▬۩


"ઉસી મકામ પે કલ દેખ કર મુઝે તન્હા
બહુત ઉદાસ હુએ ફૂલ બેચનેવાલે !"


♥▬▬▬۩۞۩♥▬▬▬▬▬▬▬▬۩

મારું આકાશ ગોરંભાયેલું છે ,
અને STATUS હજી પણ સાવ " કોરું " છે ... ,
તારા આકાશ માંથી જો "ધોધમાર" વરસી પડે તો ,
થોડો' વરસાદ મને પણ તું " TAG " કરજે ... !!

-
સ હ જ
♥▬▬▬۩۞۩♥▬▬▬▬▬▬▬▬۩


'હું' કલમ માં 'શ્યાહી' ના વિકલ્પ માં "રક્ત" રેડી દઉં ..,
મારા 'શબ્દો' ના વિકલ્પ માં 'તું' - "મૌન" આપીશ તો કેમ ચાલશે ?

'
હું' તને મારી "પ્રેરણા" બનાવી ને કૈક લખવા પ્રેરાવ છું ,
'
તું' મારા હાથ માં કલમ ના વિકલ્પ માં "લકવો" આપીશ તો કેમ ચાલશે ?

- "
સહજ " ...
♥▬▬▬۩۞۩♥▬▬▬▬▬▬▬▬۩


"તારી હાજરીની કોઇ સાબિતી હોય તો જલ્દી આપ ભગવાન
તારા ભક્તોને તું હોવાની ઘણી મોટી જાહેરાતો કરવી પડે છે."

♥▬▬▬۩۞۩♥▬▬▬▬▬▬▬▬۩

કેટલા વાગ્યા?”

સમય અનેક જખમ આપે છે….
એટલે તો ઘડિયાળ માં કાટા હોય છે
ફૂલ નથી હોતા …..!!
અને એટલેજ તો દુનિયા પૂછે છે કે ….
કેટલા વાગ્યા?”
♥▬▬▬۩۞۩♥▬▬▬▬▬▬▬▬۩


મિત્રતા ના હસ્તાક્ષર

મિત્રતા ના હસ્તાક્ષર કોઈ ઉકેલી નથી શકતું
એમાં જોડણી ની ભૂલ કોઈ, સુધારી નથી શકતું
ખુબ સરળ હોય છે વાક્યરચના પણ
પૂર્ણ વિરામ કોઈ મૂકી નથી શકતું.
♥▬▬▬۩۞۩♥▬▬▬▬▬▬▬▬۩


"એણે પૂછ્યું કેમ છો એવી અદાથી,
સુખમાં ગળાડૂબ હોય જાણે સદાથી.

દુનિયામાં સૌથી સુંદર નથી એ, જાણું છું,
પણ નજર ત્યાંજ અટકે છે છટકીને બધાથી."

♥▬▬▬۩۞۩♥▬▬▬▬▬▬▬▬۩

હું નથી માનતો તું સહેજે ભૂલી શકીશ,
કોઈ દિવાનો જોશે ને હું યાદ આવીશ.

નથી તેજ તારા ચહેરે હમણાં પહેલાં જેવું,
કોઈ આઈનો ધરશે ને હું યાદ આવીશ.

રેતીનું ઘર નથી શાશ્વત દરિયાકિનારે,
કોઈ મકાનો ચણશે ને હું યાદ આવીશ.

હું મરી ગયો લડીને,શરણે ના થયો,ફરી,
કોઈ સામનો કરશે ને હું યાદ આવીશ.

મારા પ્રેમની કિંમત તમે જાણી શક્યાં ન્હોતાં,
કોઈ ખજાનો મળશે ને હું યાદ આવીશ.

હું બદનામ થયો કે પ્રસિદ્ધ થઇ ગયો,ઝિક્ર,
કોઈ નામનો કરશે ને હું યાદ આવીશ.

કેટલાયે હશે જે તારા પર મરતાં હશે,
કોઈ પરવાનો મરશે ને હું યાદ આવીશ.

-
ચંદ્રકાંત માનાણી
♥▬▬▬۩۞۩♥▬▬▬▬▬▬▬▬۩

"તમે પળોનો ખ્યાલ રાખજો, યુગો તો એનું સંભાળી લેશે !"
♥▬▬▬۩۞۩♥▬▬▬▬▬▬▬▬۩

"છે બરફ ની એક ખૂબી માણસ મા પણ,
કોઈ નિ ઉષ્મા મળે તો તરત ઓગળે છે"
♥▬▬▬۩۞۩♥▬▬▬▬▬▬▬▬۩


કેવો આ સંબધ છે ?

શુ કરુ.. હું, ક્યથી ઉકેલુ.. કેવો આ સંબધ છે ?
તું લખે છે બ્રેઇલ માં, અને હાથ મારો અંધ છે !!
♥▬▬▬۩۞۩♥▬▬▬▬▬▬▬▬۩


"સજીને લોહ નું બખ્તર તમોને ભેટવા આવ્યો છું
સાંભળ્યું છે કે લોકો તમને, પારસમણી કહે છે..!!"
♥▬▬▬۩۞۩♥▬▬▬▬▬▬▬▬۩


"સમીપ આવ્યા વિના શું માપશો મારી પ્રતિભાને
ચમક દરિયાના મોતીમાં છે, દરિયામાં નથી હોતી."
-
નઝીર
♥▬▬▬۩۞۩♥▬▬▬▬▬▬▬▬۩
મારા બ્લોગ ની મુલાકાત લેવા બદલ આપ સર્વ મિત્રો નો ખુબખુબ આભાર.